મોરબી : જૂનાગઢ ખાતે 108 GVK EMRI દ્વારા 26 મે પાયલટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના 108 માં ફરજ બજાવતા 6 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
108 GVK EMRI દ્વારા જૂનાગઢ ખાતે 26 મે પાયલટ દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ-સૌરાષ્ટ્રના કર્મચારીઓને ખીલખીલાટ સર્વિસ તેમજ ગુજરાત 108 ઓપરેશન હેડ અને અન્ય અધિકારીઓ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હતા જેમાં મોરબી 108 ટીમના ઈએમટી સ્ટાફમાં દિપીકાબેન, રવિનાબેન, કલ્પેશભાઈ, સુનિલભાઈ, 108 પાયલોટ સ્ટાફમાં ગણપતભાઈ, ગૌતમભાઈને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે જિલ્લા પ્રોગ્રામ મેનેજર બીપીન ભેટારિયા તથા મોરબી જિલ્લા મેનેજમેન્ટ અધિકારી નિખિલ બોકડેના નેજા હેઠળ 108 ટીમને પ્રમાણિકતા માટે અને બીજા ઈમરજન્સીમાં ઉત્કૃષ્ટ કામગીરી અને એમ્બ્યુલન્સની સંભાળ માટે બેડમિન્ટન ટૂર્નામેન્ટના વિજેતા અને રનર અપ ચાર કર્મચારીઓને એવોર્ડ અપાયા હતા. આ બદલ મોરબી જીલ્લાના બધા સ્ટાફ દ્વારા બધા GVK EMRI અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.