માળીયા : સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ફરી રહી છે અને અનેક સ્થાનો પર ‘આપ’ ની પરિવર્તન યાત્રાને સારો એવો આવકાર મળી રહ્યો છે ત્યારે આ પરિવર્તન યાત્રા મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પહોંચી હતી જ્યાં માળીયાના જશાપર ગામના અનેક લોકો પરિવર્તન યાત્રામાં જોડાયા હતા અને ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગત તારીખ 26 અને 27 મે ના રોજ મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી હતી. આ સમયે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી અને માળીયા શહેરમાં રેલીઓ કાઢી હતી અને તાલુકાના ગામોમાં જન સંવાદ કાર્યક્રમો યોજ્યા હતા જેમાં લોકોએ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો તેમજ નવયુવાનો આ પરિવર્તન યાત્રામાં પણ જોડાયા હતા ત્યારે માળીયા તાલુકાના જશાપર ગામના આગેવાન હીરાભાઈ કાનગડ દ્વારા પોતાના ગામમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને ખુબ સારો આવકાર આપ્યો હતો જેમાં સ્વયંભૂ ગામલોકોએ ગામના પાદરે આવીને આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ ગામના ચોરે રામજી મંદિર ખાતે નેતાઓ સાથે પણ ચર્ચાઓ કરી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતા કૈલાશભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, ગોવિંદભાઈ વાલાણી, શિવાજીભાઈ ડાંગર અને વસંતભાઈ ગોરીયા સહિતના જીલ્લાના અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
