મોરબી : મોરબી તાલુકાના શકત શનાળા ખાતે કનેસરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને ભાવિન વલમજીભાઈ ફેફર દ્વારા આયોજીત આ રામામંડળ તા. 08/06/2022 ને બુધવારના રોજ રાત્રે 09 : 00 કલાકે પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે યોજાશે જેથી આ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.