મોરબી : ન્યુઝ ઓનલાઈન અને નમસ્કાર ગુજરાત દૈનિક દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર પાટીદાર રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પાટીદાર રત્ન સન્માન સમારોહ સ્વામી નારાયણ વિદ્યાધામ, હાથીજણ, અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં પાટીદાર સમાજની તેજસ્વી પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીનાં ફીલ્મ કલાકાર કિશન ફુલતરીયાનું કલાકાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. કિશનભાઈના શોર્ટ ફીલ્મ યુટયુબમાં ચાલી રહ્યા છે અને તે નિર્માતા ધનશ્યામસિંહ ઝાલાની સાથે ફીલ્મ પ્રેમ સગાઈમાં પણ મહત્વનો રોલ ભજવી ચુક્યા છે ત્યારે કિશન કુલતરીયાનું સન્માન કરવામાં આવતા હિમસન આર્ટિસ્ટ ફેડરેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ તેઓને શુભેચ્છાઓ પાઠવી છે.