Saturday, May 17, 2025

મોરબી ખાતે આમ આદમી પાર્ટી ની પરિવર્તન યાત્રા જન સંપર્ક સાથે યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી, શહેરના મુખ્ય માર્ગો પર ફરી

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા સીટ પર પરિવર્તન યાત્રા શરૂ કરેલ છે જેના ભાગરૂપે આજરોજ આ યાત્રા મોરબી ખાતે આવી પહોંચે આ યાત્રામાં ગુજરાત પ્રદેશ સંગઠન નેતા કૈલાશ દાન ગઢવી રાજુભાઇ કરપડા સહિતના નેતાઓ મોરબી ખાતે આવેલ આ યાત્રા રેલીના સ્વરૂપે સર્કિટ હાઉસ થઈ મોરબીના રવાપર રોડ, સનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો પર કરેલ આ યાત્રા દરમિયાન નેતાઓ દ્વારા મોરબી માં આવેલ તમામ ક્રાંતિકારીઓની પ્રતિમાઓને નમન કરેલ તેમજ ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ આશીર્વાદ મેળવેલ આ યાત્રા મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ભાઈ ડાંગર અને મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ની આગેવાનીમાં યોજાઇ હતી.


આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા કૈલાશ દાન ગઢવી એ પગપાળા ચાલીને દુકાનદારોને મળ્યા હતા અને પાર્ટીના મુખ્ય મુદ્દાઓ અને જનતાના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી, આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર અને સ્કૂટર જોડાયેલ.
પરિવર્તન યાત્રા મોરબીમાં ફરી વાવડી ગામ ખાતે રોકાઈ હતી જ્યાં રાત્રિના લોકો સાથે નેતાઓએ જનસંવાદ કરેલ
અને ૨૭ તારીખના રોજ આ યાત્રા માળીયા શહેરમાં ફરશે અને રાત્રીના મોરબી ખાતે બાપાસીતારામ ચોક માં જનસંવાદ કરશે…

Related Articles

Total Website visit

1,505,026

TRENDING NOW