આજ રોજ મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતા માં જિલ્લા પંચાયત મોરબી ખાતે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર ની નિમણુક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા , ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા , કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા , મહિલા અને બાળ વિકાસ તેમજ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરીયા , મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા , મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા , હળવદ તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢિપાર , જિલ્લા કલેકટર જે. બી . પટેલ સાહેબ , જિલ્લા વિકાસ અધિકારી પી.કે. ભગદેવ સાહેબ તેમજ અન્ય અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મોરબી જિલ્લાના આઈસીડીએસ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના ૩૯ તેડાગર અને આંગણવાડી કાર્યકર એમ કુલ ૧૧૫ ઉમેદવારોને નિમણુક હુકમ આપવામાં આવેલ નવા કાર્યકરો તેડાગર આવતા આંગણવાડી કેન્દ્રોની સેવા વિશેષ ગુણવત્તાસભર બનશે . નવા નિમણૂક પામેલા આ કાર્યકર – તેડાગર સરકારશ્રીની સુખાકારી યોજનાઓ તમામ લાભાર્થીઓ સુધી પહેંચાડે તેવી શુભેચ્છા માન . જિલ્લા પ્રમુખ ચંદુભાઈ શિહોરા દ્વારા આપવામાં આવી . સૌનો સાથ સૌનો વિકાસ ” ના સંદેશ સાથે અધ્યક્ષ દેવાભાઈ માલમે પણ ગુણવત્તા યુક્ત કામગીરી કરવા નવ નિયુક્ત બહેનો ને હાંકલ કરેલ ,

