વાંકાનેર
તા: ૨૫ મે ૨૦૨૨
રિપોર્ટ: મયુર ઠાકોર
વાંકાનેર ચીફ ઓફિસરના ગેરવર્તનથી નારાજ કર્મચારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે જવાની તૈયારીમાં
ચીફ ઓફિસર દ્વારા અવાર નવાર લેખિત મૌખિક ધમકીભર્યું વર્તન કરતા કર્મચારીઓમાં રોષ.

વાંકાનેર નગરપાલિકામાં જ્યારથી નવા ચીફ ઓફિસરની નિમણુંક થઈ છે ત્યારથી ચીફ ઓફિસર કાંઈક અલગ જ અંદાજમાં હોય એવું લાગી રહ્યા છે. પાલિકાના સ્ટાફ સાથે પણ ગેરવર્તન કરી સસ્પેન્ડ કરવાની ધમકી આપી હેરાન કરી રહ્યા હોય એવું અંગત સૂત્રો જણાવી રહ્યા છે.
તેમજ જૂની પાલિકા કચેરીમાં રીનોવેશનનું કામ બાકી હોય અને હાલ વૈકલ્પિક સુવિધા માટે ટાઉનહોલ ખાતે શોપિંગ સેન્ટર ખાતે પાલિકાની કચેરીનું કામ થતું હોય પરંતુ ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર પાલિકા રીનોવેશનનું કામ ચાલુ હોય છતાં પાલિકા સ્થળાંતર કરતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ ચીફ ઓફિસર દ્વારા પોતાની ઓફિસ ખાતે કર્મચારીઓને કલાકો સુધી બેસાડી રાખી સમય બગાડીને પ્રજાના કામ પણ ખોરંભે ચડાવી રહ્યા છે.
તેમજ પાલિકામાં ફરજ બજાવતા મહિલા સ્ટાફને હેરાનગતિ કરી રહ્યા હોય સાથે તેમજ પાલિકા સ્ટાફના અમુક કર્મચારીને અવાર નવાર એવું પણ કહેવામાં આવે છે કે તમારો કરાર રીન્યુ નહિ કરવામાં આવે અને તમને છુટા કરી દેવાશે સાથે પોલીસ કેસ તેમજ માનસિક હેરાનગતિ કરવામાં આવતા તેમજ કર્મચારીઓને મુખ્ય અધિકારી સિવાય કોઈના હુકમ ન માનવા તે અંગે દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચીફ ઓફિસરના આવા ગેરવર્તનના કારણે આજે પાલિકા સ્ટાફ કામથી અળગા રહી હડતાલ પર ઉતરી ગયા હતા તેમજ વધુમાં સાત દિવસમાં અધિકારી દ્વારા માફી નહિ માંગવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની તૈયારી દર્શાવી હતી અને ચીફ ઓફિસરને તેમજ ઉચ્ચ કક્ષાએ વિવિધ મુદ્દે રજુઆત કરી હતી
