Wednesday, May 14, 2025

મોરબી નગરપાલિકામાં બજાવતા અધિકારીઓની ચીફ ઓફિસર દ્વારા આંતરીક બદલી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાએ જ્યારથી મોરબી નગરપાલિકા નો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી કંઈક અલગ અંદાજમાં કામગીરી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મોરબી નગરપાલિકાને પોતાની જાગીર સમજતા અને પોતાની મનમાની કરતાં બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇપણ ની સેહશરમ રાખ્યા વગર બેધડક તેમના કોન્ટ્રાક્ટ રદ્ કરી નાખતા અન્ય નગરપાલિકાનાં કોન્ટ્રાક્ટરો માં રીતસર ફફડાટ જોવા મળી રહ્યો છે
ત્યારે આજ રોજ નગરપાલિકાની સેવાને પ્રજાલક્ષી સુદ્રઢ અને પારદર્શક બનાવાના હેતુ સાથે 17જેટલા અધિકારીઓની આંતરીક બદલીઓ કરી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે
હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા કનૈયાલાલ કાલરીયાને એકાઉન્ટ આવક અને રહિશ ના દાખલા માં સહી કરવાની રહેશે
કેશીયર તરીકે ફરજ બજાવતા મહાવીર સિંહ જાડેજાને હેડક્લાર્ક તરીકે ફરજ બજાવાની રહેશે
જન્મ-મરણ વિભાગના ભાવેશભાઈ દોશીને લગ્ન નોંધણી વિભાગ માં અને જનરલ બોર્ડ વિભાગના ઠરાવો ની કામગીરી સોંપાઈ છે
યુબીએસ વિભાગમાંથી ચંદ્રેશભાઇ દંગીને જન્મ-મરણ વિભાગ અને આવક અને રહીશોના દાખલામાં સહી કરવાની કામગીરી સોંપાઈ
એકાઉન્ટ તરીકે ફરજ બજાવતાં ડોલરભાઈ જોષી ને કેશિયર તરીકેની કામગીરી સોંપાઈ છે
લાઈબ્રેરી વિભાગમાં ફરજ બજાવતા સંજય સિંહ રાઠોડ ને આવક જાવક વિભાગમાં કામગીરી સોંપાઈ છે
સેનિટેશન વિભાગમાં ફરજ બજાવતા દિલીપસિંહ રાઠોડ ને ભુગર્ભ ગટર વિભાગમાં કામગીરી સોંપાઈ છે પવડી વિભાગમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ પટેલ ને સામા કાંઠે આવેલ લાઇબ્રેરી વિભાગમાં કામગીરી સોંપાઈ છે
હાઉસ ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા પરેશભાઈ અંજારિયા ને લિગલ વિભાગ અને મહેકમ વિભાગમાં કામગીરી સોંપાઈ છે
મહેકમ વિભાગમાં ફરજ બજાવતા મહેશભાઈ સોનગરા ને પીએફ તથા ઇપીઓફએની કામગીરી સોંપાઈ છે
હાઉસ ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા દલસુખભાઈ ચારોલા ની અધર ટેક્સ વિભાગ અને વ્યવસાય વેરાની કામગીરી સોંપાઈ છે ફીલ્ટર હાઉસ માં ફરજ બજાવતા મનસુખભાઈ નરશીભાઈ ને સ્ટોર વિભાગમાં કામગીરી સોપેલ છે હાઉસ ટેક્સ વિભાગ માં કામગીરી કરતા લાખુભાઝાલા ને પવડી વિભાગમાં કામગીરી સોંપાઈ છે
લગ્ન નોંધણી વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ખાખી ને હાઉસ ટેક્સ વિભાગમાં કામગીરી સોંપાઈ છે
અધર ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા કમલેશભાઈ રાવલને તથા સ્ટોર વિભાગમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ગોહિલ અને રેકોર્ડ વિભાગમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ રવેશિયા ને હાઉસ ટેક્સ વિભાગની કામગીરી સોંપવાની સાથે અરસપરસ બદલીઓ કરવામાં આવી છે

Related Articles

Total Website visit

1,504,158

TRENDING NOW