Friday, May 9, 2025

વડાપ્રધાન મોદીના આટકોટના કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકા ભાજપ હોદેદારોની મીટીંગ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા : આગામી 28મી તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણ તાલુકાના આટકોટ ખાતે કે ડી પી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પીટલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ કાર્યક્રમમાં ટંકારા તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાય એ આયોજન માટે ટંકારા તાલુકા કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં મોરબી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ રઘુભાઈ ગડારા, ટંકારા તાલુકા પ્રભારી રવિભાઈ સનાવડા, મોરબી યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા અને પ્રભુલાલ કામરીયા તથા સર્વે મંડળના પ્રમુખો તેમજ હોદ્દેદારો તથા ભાજપના સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,827

TRENDING NOW