મોરબી : સેતુબંધ ફાઉન્ડેશન મોરબી અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના ઉપક્રમે મોરબી ખાતે આગામી રવિવારે માતૃપિતૃ વંદના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે ડી બાવરવા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સેતુબંધ ફાઉન્ડેશન મોરબી અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે માતૃપિતૃ વંદના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતાનમાં માત્ર એક જ દીકરી ધરાવતા પરિવારોના સન્માનની સાથે સેવાના ભેખધારી વ્યકતિઓ તેમજ તેજસ્વી તારલાઓના સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ રાખેલ છે. આ સન્માન સમારોહ કાર્યક્રમ આગામી તા. 29 મે ને રવિવારના રોજ સવારે 08:30 કલાકે પટેલ સમાજ વાડી, મોરબી રાજકોટ હાઈવે, શકત શનાળા ખાતે યોજાશે.