Friday, May 2, 2025

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે

Advertisement
Advertisement
Advertisement

ઉમેદવારોને આગામી ૨૬ મે-૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૧૯, રસોઈયા તરીકે ૩૩ અને મદદનીશ તરીકે ૫૦ જગ્યાનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ. કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

વાંકાનેર મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા. ૨૬/૦૫/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાનું રહેશે જે ઉમેદવારને ઈન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉંમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે વાંકાનેર મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા મામલતદાર વાંકાનેરની યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW