કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો
મોરબી : પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યાં છે. આ અંગે કેન્દ્ર સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ રૂ. 9.50 અને ડીઝલ રૂ. 7 રૂપિયા સસ્તું થયુ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે ટ્વીટ કરી જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલ પરનો નવો ભાવ આજ રાતથી જ અમલમાં આવશે.
મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે શનિવારે કહ્યું હતું કે, અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા છીએ આનાથી પેટ્રોલની કિંમતમાં રૂ. 9.5 પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં રૂ. 7 પ્રતિ લિટરનો ઘટાડો થશે.