Friday, May 2, 2025

હળવદના ચાડધ્રાના વતની પીઆઈ હિતેન્દ્ર ગઢવીને રાષ્ટ્રપતિ મેડલ એનાયત

Advertisement
Advertisement
Advertisement

હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના વતની એવા પોલીસ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ મધુભા ટાપરીયા (ગઢવી) ને તેઓની સરાહનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા હળવદ તાલુકાના ચાડધ્રા ગામના વતની એવા પોલીસ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ મધુભા ગઢવીને તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ પ્રશંસનીય કામગીરી બદલ મેડલ એનાયત કરીને સર્વોત્તમ સમ્માન આપ્યું છે. પીઆઈ એચ એમ ગઢવીના મોટાભાઈ જે એમ ગઢવી પણ પોરબંદર રેન્જમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે તેઓના પિતા મધુભાઈ ગઢવી (ટાપરિયા) નિવૃત રેલવે કર્મચારી છે ત્યારે હાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ સમ્માન પ્રાપ્ત થતા ગઢવી (ટાપરિયા) પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હિતેન્દ્ર ગઢવીએ પ્રથમ પીએસઆઈ તરીકે જોડાયા બાદ પીઆઈ તરીકે પ્રમોશન મેળવીને જુદા જુદા જીલ્લાઓમાં ફરજ બજાવી હતી તે દરમિયાન રાજકોટ ડીસીબી ક્રાઈમમાં પીઆઈ તરીકે ફરજ બજાવી હિતેન્દ્ર ગઢવીએ અનેક ગુન્હેગારો અને માફિયાઓને ભોં ભીતર કરી દીધા હતા ત્યારબાદ તેઓને રાજકોટ ડીસીબીમાંથી આઈબીમાં પીઆઈ તરીકે મૂકી દેવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,677

TRENDING NOW