મોરબી : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા છાસ વિતરણના કાર્યક્રમનું જુના બસ સ્ટેન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે આજે શનિવારે સવારના 9: 30 કલાકે મોરબીના જુનાં બસ સ્ટેન્ડ પાસે અંદાજે 1000 થી વધુ છાસનાં પાઉંચનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીનાં વાતાવરણમાં લોકોને ઠંડી છાસ પીવડાવીને સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ છાસ વિતરણ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


