માળીયા : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના યુવાને તેમના પુત્રના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવીને સાર્થક ઉજવણી કરી હતી.
આજે શનિવારે જૂના ઘાંટીલા ગામના યુવાન વિશાલભાઈ વશરામભાઈ ગઢીયાના પુત્ર મૈત્રના પ્રથમ જન્મદિવસ હોવાથી વિશાલભાઈએ માળીયાના રાસિંગપર ગામે આવેલ સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે 45 જેટલા વૃદ્ધોને બપોરનું ભોજન જમાડીને પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ તકે ગઢીયા પરીવાર તેમજ શક્તિ યુવા ગ્રુપના યુવાનોઓ હાજર રહીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.
(અહેવાલ : રાજ વિડજા) 96010 81215

