આજે સાંજે 7 વાગ્યે દેવ પગલી ફિલ્મનો શો નિહાળવાની સાથે પોતાનું પરફોર્મન્સ પણ પ્રસ્તુત કરશે !
મોરબી : સમગ્ર દેશ અને સમાજ માટે ચિંતાપ્રેરક અને સંવેદનશીલ ગણાતા સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે જયેશભાઈ જોરદાર નામનું ફિલ્મ બનાવવામાં આવ્યું છે. સ્ત્રી ભ્રુણ હત્યા વિશે સમાજ જાગૃતિ લાવતા આ ફિલ્મ જયેશભાઈ જોરદાર હવે સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબીના સ્કાઈ મલ્ટીપ્લેક્સમાં મોરબીવાસીઓને દેવ પગલી સાથે જયેશભાઇ જોરદાર ફિલ્મ નિહાળવાની તક મળશે.
મોરબીના સ્કાઈ મલ્ટીપ્લેક્સમાં જયેશભાઈ જોરદાર ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવ્યું છે ત્યારે આજે શનિવારે સાંજે 7 વાગ્યે સ્કાઈ મલ્ટીપ્લેક્સમાં જયેશભાઈ જોરદાર ફિલ્મના ખાસ શો માં ગુજરાતના ગોલ્ડન વોઈસ તરીકે જાણીતા દેવ પગલી ઉપસ્થિત રહેશે. માટલા ઉપર માટલું, ચાંદવાલા મુખડા લેકર ના નિકલો બજાર મેં જેવા ગીતોથી બોલિવૂડમાં પણ ફેમસ થયેલા દેવ પગલી આજે સાંજે સાત વાગ્યે સ્કાઈ મલ્ટીપ્લેક્સમાં જયેશભાઈ જોરદાર ફિલ્મના ખાસ શો નિહાળી પોતાનું પરફોર્મન્સ પણ રજૂ કરશે. યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ ખાસ ફિલ્મનો શો સામાજિક સંસ્થાઓ તેમજ યંગ ઈન્ડિયા ગ્રુપના તમામ સદસ્યો નિહાળશે જેથી દેવ પગલીએ પણ વીડિયો મેસેજ દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા પણ આધારિત ફિલ્મ જયેશભાઇ જોરદારને જોવા માટે દર્શકોને ખાસ અપીલ કરી છે તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ દેવ પગલી સાથે ખાસ ફિલ્મનો શો નિહાળવા મોરબીવાસીઓને અપીલ કરી છે.