ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના બે ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વીંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા પોલીસ મથકના ચોરીના બે ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી સુરેશ લખમણ દેવીપુજક વીંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામમાં હોવાની બાતમી મળતા પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો કરીને આરોપી સુરેશને મોટા હડમતીયાના રહેણાંક મકાનમાંથી ઝડપી લીધો હતો અને આરોપીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.