Friday, May 2, 2025

હળવદની દુર્ઘટનામાં તટસ્થ તપાસની માંગ કરતા પૂર્વ રાજ્યમંત્રી

Advertisement
Advertisement
Advertisement

હળવદ : પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડીયા દ્વારા હળવદમાં સર્જાયેલી દુર્ઘટનાના દોષિતો સામે તટસ્થ તપાસ કરી કસુરવાનોને કડક સજા કરીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જે રજુઆતમાં જણાવાયું છે કે, હળવદમાં સાગર સોલ્ટ કારખાનામાં મજુરી કરતા 12 શ્રમિકોના દુ:ખદ મોત થયા છે જે દુર્ઘટનામાં એક પરિવારે છ સ્વજનો ગુમાવ્યા હોવાથી અસહ્ય દુખ થાય. સાગર સોલ્ટ કારખાનામાં આ દુર્ઘટના પહેલા પણ એક વખત અકસ્માતનો બનાવ બન્યો હતો એટલું જ નહીં પણ લાંબી અને મોટી દીવાલ હોવા છતાં કોઈ જગ્યાએ આરસીસી કામ કરાવેલ નથી અને દીવાલ બાંધકામમાં પણ નિયત પ્રમાણમાં રેતી, સિમેન્ટ કે અન્ય માલસામાન વાપરવામાં નહીં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે જેથી આ બનાવ મામલે તટસ્થ તપાસ થાય અને કસુરવાન સામે કડકમાં કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે તેવી સજા કરવી જરૂરી છે જેથી તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW