ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર આવેલ કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા મેગા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર આવેલ કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષોનું જતન કરવાનાં સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજક્ટમાં પ્રેસિડન્ટ ટી સી ફૂલતરિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ લા. અમરસીભાઈ અમૃતિયા, લા.મહાદેવભાઈ ચિખલિયા, પ્રોજેક્ટ ચેરમેન લા. પ્રાણજીવનભાઈ રંગપડિયા, સમાજવાડીના પ્રમુખ હીરાભાઈ ફેફર અને કેશુભાઈ હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં કેશુભાઈ દેત્રોજા અને સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લા. રમેશભાઇ રૂપાલાનું પૂરું માર્ગદર્શન મળતું રહ્યું હતું સાથે ટંકારા પાટીદાર સમાજના પ્રમુખ હીરાભાઈ ફેફરનો પણ સહયોગ મળ્યો હતો.

