મોરબી સિવીલ હોસ્પિટલમાં કલાસ-1 જનરલ સર્જન તરીકે સેવા આપતા ડો. વિમલ દેત્રોજાને એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ માટે દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલમાં એડમીશન મળતા હાલ તેઓ ઉચ્ચ ટેકનીકલ અભ્યાસ માટે દિલ્હી જશે.
ડો. વિમલ દેત્રોજાએ ફરજ દરમિયાન દર માસે 50 થી વધુ જટીલ ઓપરેશનો વિનામુલ્યે સિવીલ હોસ્પિટલમાં કર્યા છે જે ખાનગી હોસ્પિટલમાં વધુ રુપિયા આપવા છતાં શક્ય નહોતા જો કે હાલ મોરબી સિવીલ હોસ્પિટલમાં જનરલ સર્જનની પોસ્ટ ખાલી પડી ગઈ છે પરંતુ ડો. વિમલ દેત્રોજા જલ્દીથી પોતાના એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ પૂર્ણ કરી પાછા મોરબી સિવીલ હોસ્પિટલમાં આમ જનતાની સેવા કરશે તેવું ડો. વિમલ દેત્રોજાએ જણાવ્યું છે.