કેસરીયો ધારણ કરે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં નવાજૂનીનાં અનેક સંકેત જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ હાર્દિક પટેલે સ્થાનિક કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી તે દરમિયાન તેઓ કેસરિયો કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજે આખરે હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ સહીતના તમામ હોદાઓ પરથી રાજીનામું આપી દીધું છે તો બીજી બાજુ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશના હાર્દિક સંકેત મળ્યા છે.
હાર્દિક પટેલે આજે ટ્વિટર પર પોસ્ટ મૂકીને રાજીનામાં અંગેની જાણકારી આપતા જણાવ્યું છે કે, આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. મને વિશ્વાસ છે કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલના જે રીતના નિવેદનો સામે આવી રહ્યા હતા તે જોતાં તેઓ પક્ષ છોડી દેવાના મૂડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું ત્યારે હવે હાર્દિક પટેલ BJP કે AAP માં જોડાશે ? તે જોવાનું રહ્યું.