મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે રામરાજ ગૌશાળાના લાભાર્થે રામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે ત્યારે આજે કથાના પાંચમા દિવસે મંગળવારે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી નજીક આવેલા લાલપર ગામ ખાતે રામરાજ ગૌશાળા લાલપરના લાભાર્થે રામ પારાયણ જ્ઞાનયજ્ઞ રામકથાનું લાલપર ગામ સમસ્ત તા.13/05/2022 થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર વેદાંતચાર્ય ડોક્ટર દિલીપજી પોતાની સંગીતમય ભાવવાહી શૈલીમાં ભક્તોને રામકથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આજરોજ રામકથાના પાંચમા દિવસે લાલપર ગામ સમસ્ત તથા લાલપર યુવા ગ્રુપ દ્વારા રામરાજ ગૌશાળા લાલપરના લાભાર્થે તા. 17 ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. આ સંતવાણી પ્રોગ્રામમાં ભજનીક કલાકાર ગોપાલ સાધુ અને તેમના સાથી કલાકારોની ટીમ ભજનોની રમઝટ બોલાવશે તો તમામ ધર્મ પ્રેમીઓને સંતવાણી કાર્યક્રમમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.