Friday, May 2, 2025

હળવદમાં પાલિકા દ્વારા ચાર મહિના પહેલા નખાયેલી નવી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં !

Advertisement
Advertisement
Advertisement

નગરપાલિકાના વોર્ડ નંબર 05 માં છવીસ લાખના ખર્ચે નખાયેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાનું મુહૂર્ત હજુ નથી મળ્યું ?

સરા ચોકડીથી નંદન સોસાયટી સુધી નાખવામાં આવેલી તમામ સ્ટ્રીટ લાઈટો ગુણવત્તા વગરની !

હળવદ : ભાજપ શાસિત હળવદ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવિધ વણ ઉકેલ્યા કામોને હિસાબે વિવાદમાં આવી છે ત્યારે શહેરના વોર્ડ નંબર 05 ના વિસ્તારમાં ચાર માસ પહેલા રૂ. ૨૬ લાખના ખર્ચે સરા ચોકડીથી નંદન સોસાયટી સુધી નાખવામાં આવેલી તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાનું તંત્રને હજુ મુહૂર્ત આવ્યું નથી જેના કારણે આ વિસ્તારના તમામ રહીશો મુસીબતો વેઠી રહ્યા છે.

હળવદ નગરપાલિકાનો વહીવટ ઘણા સમયથી કથળી જતા શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં શહેરના વાલ્મિકી સમાજના સફાઈ કામદારો નવ નવ દિવસથી પોતાના પ્રશ્નને લઇને ઉપવાસ ઉપર ઉતરી પડતા શહેરમાં ગંદકીના થર જામી ગયા છે જોકે હાલ આ સફાઈ કામદારોની માંગ સંતોષાય જતા સોમવારથી સફાઈ કામે લાગી ગયા છે. આવા સમયે શહેરના વોર્ડ નંબર 07 માં તમામ પાયાની સુવિધાઓના અભાવે વિસ્તારના ચૂંટાયેલા સદસ્ય પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી વિવિધ કામો હાથ ધરવા રજુઆત કરી હતી. અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તો બીજી તરફ શહેરના વોર્ડ 05 માં આવતા સરા ચોકડીથી નંદન સોસાયટી સુધી ચાર મહિના પહેલા નાખવામાં આવેલી તમામ સ્ટ્રીટ લાઈટોના કામો ટેન્ડરમાં દર્શાવેલ ગુણવત્તા વગરના હોવાને કારણે અને એલ.એ.ડી. લાઈટો તેમજ તેના કેબલ વાયરો પણ ગુણવત્તા વગરના હોવાની અને આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની રાવ પાલિકાના ચીફ ઓફિસરને આ જ વિસ્તારના ચૂંટાયેલા સદસ્ય સતિષભાઈ પટેલે કરતા હજુ સુધી આ લાઈટ ચાલુ નહીં થતા લોકોને રાત્રે અંધારપટમાંથી પસાર થવું પડે છે.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW