મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVPના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબી ખાતે ઓપન માઈક કાર્યક્રમ યોજાયો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના આયામ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત ઓપન માઈક કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ મોરબીના i91 રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોરબીના વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને મનગમતી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

