માળીયા (મીં.) : માળીયા મીંયાણા પોલીસે બાતમીના આધારે કાજરડા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર સિંગલ બેરલ બંદૂક સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માળીયાના કાજરડા ગામની દાતર સીમ જવાના રસ્તે સલીમ ઉસ્માનભાઈ ભટ્ટી ગેરકાયદે પરવાના વગરની એક સિંગલ બેરલ બંદૂક સાથે જઈ રહ્યો હતો તે દરમિયાન માળીયા મીંયાણા પોલીસે તેને રોકીને તપાસ કરતા તેની પાસેથી સીંગલ બેરલ બારબોર બંદૂક (કિં. રૂ. 5000) મળી આવી હતી જેથી પોલીસે બંદૂક સાથે સલીમ ભટ્ટીને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.