Friday, May 2, 2025

માળીયા તાલુકા ભાજપના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે રાજયમંત્રી સાથે મુલાકાત કરી

Advertisement
Advertisement
Advertisement

સુલતાનપુરમાંથી વિશાલનગરને અલગ ગ્રામપંચાયતની મંજૂરી આપતા બ્રિજેશ મેરજા

માળીયા : માળીયા તાલુકા ભાજપના આગેવાનોએ રાજયમંત્રી બ્રિજેશ મેરજાની રૂબરૂ મુલાકાત લીધી હતી તે દરમિયાન રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામપંચાયતમાંથી વિશાલનગર ગ્રામપંચાયતને અલગ કરવાની મંજૂરી આપી હતી.

ગઈકાલે તા. 10 ને મંગળવારના રોજ માળીયા તાલુકા ભાજપના આગેવાનોએ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાની રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામપંચાયતમાંથી અલગ વિશાલનગર ગ્રામપંચાયતને બ્રિજેશભાઈ મેરજાએ મંજુરી આપી હતી. અલગ નવી ગ્રામપંચાયતની મંજુરી મળતા પ્રજાના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ થશે તેમજ પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો થશે.

આ ગ્રામપંચાયતની મંજુરી આપવા બદલ માળીયા (મી.) તાલુકા ભાજપના આગેવાનો-હોદ્દેદારોએ પ્રજાલક્ષી પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ એવા ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW