Friday, May 2, 2025

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજાનાર સૌરાષ્ટ્ર ઝોનના ઓબીસી સંમેલન અંગે મોરબીમાં મીટીંગ મળી

Advertisement
Advertisement
Advertisement

મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં રાજકોટ જિલ્લામાં સૌરાષ્ટ્ર ઝોનનું ઓબીસી સંમેલન યોજાવાનું છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની ઉપસ્થિતીમાં તેમજ મોરબી જીલ્લા કૉંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ અને મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ મોરબી ખાતે મિટિંગ મળેલ હતી જે મીટીંગમાં બહોળી સંખ્યામાં ઓબીસી હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ મુકેશભાઈ ગઢવી, ઉપપ્રમુખ લખમણભાઈ કંજારિયા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી બાવરવા, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામી, પુર્વ બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ આહીર, મોરબી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ કે.ડી પડસુંબિયો, મોરબી જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ રાણાભાઈ ડાંગર, મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારીયા, મોરબી જિલ્લા ઓબીસી મહામંત્રી મનસુખભાઈ વાઘેલા, મોરબી જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભરતભાઈ કુંભરવાડિયા, મોરબી જિલ્લા ઓબીસી મહામંત્રી મુકેશભાઈ, મોરબી જિલ્લા ઓબીસી મંત્રી હિતેશભાઈ, મોરબી શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, ટંકારા ઓબીસી પ્રમુખ નિલેશભાઈ, હળવદ તાલુકા ઓબીસી પ્રમુખ જીલુભાઈ, વાંકાનેર તાલુકા ઓબીસી પ્રમુખ પ્રભુભાઈ, હળવદ તાલુકા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, ટંકારા તાલુકા ઉપપ્રમુખ દલસુખભાઈ  સહિતના તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW