મોરબી : મોરબી પોલીસના એએસઆઈ વાંકાનેરથી મોરબી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું બાઈક સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તે દરમિયાન સારવાર મળે તે પહેલા જ પોલીસકર્મીએ દમ તોડી દીધો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ પોતાનું મોટરસાયકલ લઈને વાંકાનેરથી મોરબી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક કોઈ કારણોસર તેઓનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જીતેશભાઈના નિધનથી રાઠોડ પરિવાર અને મોરબી પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.