મોરબી : મોરબીના આમરણ (બાદલપર) ગામે રહેતા યુવકના પિતાજીએ તેમના કૌટુંબિક સગાની પુત્રીના બાળલગ્ન અટકાવ્યા હોવાનો વેમ રાખી ત્રણ શખ્સોએ રાજપર ગામ નજીક યુવાનને ઢીકા પાટુનો માર મારી છરી ઝીંકી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ (બાદલપર) ગામે રહેતા મગનભાઈ કલ્યાણજીભાઈ સાવરીયાના મામા બાબુભાઈની દિકરીના લગ્ન નાની ઉંમરના કારણે રોકાય ગયેલ હોય અને આ લગ્ન મગનભાઈના પિતા કલ્યાણજીભાઈએ રોકાવ્યા હોવાની શંકા રાખી મોરબીના વજેપરમાં રહેતા વિનોદભાઈ શિવાભાઈ સાવરીયા, સુરેશભાઈ શીવાભાઈ સાવરીયા અને જયદિપ કાળુભાઈ સાવરીયાએ રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં મગનભાઈ લઘુશંકાએ જતા હતા ત્યારે તેમને ત્રણેય શખ્સોએ ગાળો ભાંડી શરીરે ઢીકા પાટુનો માર મારી ધક્કા-મુક્કી કરી નીચે પાડી દઈ ઢીંચણના ભાગે છરીનો ધા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.