Friday, May 2, 2025

હળવદ ખાતે આવેલા પ્રભારીમંત્રીને રજુઆત કરવા ગયેલા સફાઈકર્મીઓને હાંકી કાઢવામાં આવ્યા

Advertisement
Advertisement
Advertisement

હળવદ : હળવદ નગરપાલિકામાં તાજેતરમાં સફાઈ કર્મચારીઓની રોસ્ટર સીસ્ટમ મજબ કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવી છે જેમાં સાત જેટલા સવર્ણ સમાજના લોકોને પણ સફાઈ કર્મચારી તરીકે ભરતી કરાયા છે જો કે સફાઈ કર્મચારીઓનો આક્ષેપ છે કે, જે પણ સવર્ણ સમાજના લોકોને સફાઈ કર્મીઓ તરીકે ભરતી કરાયા છે તેઓને મૂળભૂત કામગીરીમાં એટલે કે સફાઈ કામમાં મોકલવામાં આવતા નથી પણ તેઓને ઓફીસ કામ કરાવવામાં આવી રહ્યું છે.

આ બાબતે હાલ સફાઈકર્મીઓ વિરોધ કરી રહ્યા છે સાથે સાથે ધરણા પર બેસવાની પણ ચીમકી આપી છે તે દરમિયાન ગઈકાલે પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ દ્વારા પાલિકાના હોદેદારો અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં સફાઈકર્મીઓ રજૂઆત માટે ગયા હતા પણ અધિકારીઓના આદેશથી તેમને સાંભળવામાં આવ્યા ન હતા અને હડધૂત કરીને કાઢી મુકવામાં આવ્યા હતા. હાલ જે સવર્ણ સમાજના લોકોની સફાઈ કર્મચારી તરીકે નિમણુંક થઈ છે તેમને પણ સફાઈકામ પર ઉતારવાની માંગણી સાથે વાલ્મીકી સમાજના સફાઈકર્મીઓ પ્રતિક ઉપવાસ ઉતરી ગયા હતા.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW