મોરબી : રાજ્યના SRD, GRD અને TRB જવાનોના માસીક વેતન વધારવા અંગે મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઈ વી.દવે, અશોક ખરચરીયા, જગદીશભાઈ જી. બાંભણીયા, મુસાભાઈ બ્લોચ અને જીજ્ઞેશભાઈ પંડયા દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, જીલ્લા પોલીસ વડા અને જી.આર.ડી. હેડ ઓફિસને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે, SRD, GRD અને TRB ના જવાનોને માસીક રૂ. 6900 જ વેતન મળે છે તથા આટલા નજીવા પગારમાં તેઓ અડીખમ ઉભા હોય છે તથા એક પણ રજા કે તહેવાર કે ૠતુની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે છતાં પણ તેઓ આ કાર્ય કરે છે. તેઓને કામગીરીની મજાક જેવો પગાર ચુકવવામાં આવે છે. ગુજરાતમાં તો આવા અનેક જવાનો તેનાત હોય છે જે ખડે પગે પોતાની ફરજ બજાવતા હોય છે અને તહેવાર કે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતા નથી તો તેમનું માસીક વેતન વધારે તેમને નિયમાનુસાર અને સમયસર પગાર મળી રહે તે માટે રજુઆત કરવામાં આવી છે કે તેઓ ફરજમાં પણ વેતનાસુર મળી રહે.
મોંધવારીમાં પણ ભાડે રહીને મહિલાઓ ખરા તડકામાં ઉભી રહીને ફરજ બજાવતી હોય છે અને એક પણ રજા રાખતી નથી તેમજ આખા ગુજરાત રાજયમાં સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તો આ SRD, GRD અને TRBનો કેમ પગાર વધારો ન થાય? તે એક પ્રશ્ન છે તો આ અંગે પણ સ્થિતિને ધ્યાનમાં લઈ અરજી માન્ય કરવા માંગ કરવામાં આવી છે તેમજ SRD, GRD, TRB હીતમાં આ અરજીનો નીકાલ તાત્કાલીક કરવા સામાજીક કાર્યકરો દ્વારા આમ જનતા તથા ગુજરાત વતી રજુઆત અને માંગણી કરવામાં આવી છે.