મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી તા. 08 ને રવિવારના રોજ સવારે 10 થી 12 દરમિયાન આર્ય હોસ્પીટલવાળા સ્ત્રીરોગના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ એ. ચગ દ્વારા વિનામુલ્યે પ્રસુતિ તેમજ સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં બ્લડપ્રેશર, સુગર, ઓક્સિજન પ્રમાણ તેમજ સ્ત્રીરોગ, પ્રસુતિ રોગ અને વ્યંધત્વ સહીતની તકલીફોની વિનામુલ્યે તપાસ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને વિનામુલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે. કેમ્પમાં લાભ લેનાર લાભાર્થીઓને એક મહીના સુધી વિનાનુલ્યે ચેક અપ કરી આપવામાં આવશે તેમજ કેમ્પમાં લાભ લીધેલ દર્દીને હોસ્પિટલ ખાતે કોઈ વધુ સારવાર માટે જવાનું થાય તો સારવાર અને દવા પર 30 % સુધીની રાહત આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન આવશ્યક નથી તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.