હળવદ : હળવદના નિવૃત શિક્ષકે અનોખો સેવાયજ્ઞ શરુ કર્યો છે જેમાં તેઓ સ્વૈચ્છીક રીતે સામંતસર તળાવના કાંઠે જમા થઈ ગયેલ લીલ અને કચરો પોતે એકલા સાફ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવી અને નિવૃત્ત થયા પછી પણ સેવાના કર્યો કરી રહ્યા છે તેવા આદર્શ શિક્ષક લવજીભાઈ હરજીભાઈ મોરડિયા હળવદના ઐતિહાસિક સામંતસર સરોવરના કાંઠે સ્વૈચ્છિક રીતે સફાઈ કરી રહ્યા છે. કેનાલના પાણીથી હળવદનું સામંતસર સરોવર બારે મહિના ભરેલું રહે છે જેથી તળાવના કાંઠે લીલ અને કચરો જમાં થતો હોય છે ત્યારે અગાઉ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ફરી સ્વચ્છતાની જરૂર હોય ત્યારે લવજીભાઈએ પોતે સ્વૈચ્છિક રીતે પોતાની ફરજ સમજી અનોખો સેવાયજ્ઞ આરંભ્યો છે ત્યારે લવજીભાઈ મોરડીયા આજના યુગના યુવાનો અને નિવૃત્તિ જીવન જીવતા લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
