મોરબી શહેરના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને પગલે એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને રહેણાંક મકાનમાંથી દારૂની 60 બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે બુટલેગરને દારૂ આપનાર સપ્લાયરને પણ પોલીસે દબોચી લીધો છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર કિષ્ના પાર્કમાં રહેતા રફીક ઉસ્માનભાઈ અજમેરીએ તેના મકાનમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 60 બોટલ (કીં.રૂ. 25,980) મળી આવી હતી જેથી પોલીસે આરોપી રફીકની અટકાયત કરીને પૂછપરછ કરતા તેને દારૂનો આ જથ્થો મોરબીના નવલખી રોડ પર શ્રદ્ધા પાર્કમાં રહેતો જીતરાજસિંહ ક્રિપાલસિંહ ગોહીલ રફીકની અલ્ટો કારમાં ભરીને આપી ગયાનું જણાવતા પોલીસે ત્વરિત શ્રદ્ધા પાર્કમાં દરોડો પાડીને આરોપી જીતરાજસિંહને પણ દબોચી લીધો હતો.
આ દરોડામાં એ ડિવિઝન પોલીસે રૂ. 25,980 ની કિંમતના દારૂના જથ્થા સહીત GJ-06-BA-1725 નંબરની અલ્ટો કાર (કીં.રૂ. 1,00,000) મળી કુલ રૂ. 1,25,980 નો મુદામાલ જપ્ત કરીને બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.