મોરબી : રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા તા. ૦૫/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધી.વી.સી ટેકનિકલ હાઇસ્કૂલ, વી.સી.ફાટક પાસે, મોરબી ખાતે જિલ્લા કક્ષાનાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે નિયામક રોજગાર અને તાલીમ, ગાંધીનગરના આદેશથી અનિવાર્ય કારણોસર હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે જેની સર્વે ઉમેદવારોએ અને નોકરીદાતાઓએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે
ભરતી મેળાનો કાર્યક્રમ ફરીથી નક્કી થયે સંબંધિતોને નવેસરથી આમંત્રિત કરવામાં આવશે અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે. ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા જે ઉમેદવારોને એસ.ટી, કૂપન મોકલવામાં આવેલ છે તેનો ઉપયોગ નહીં કરવાનું જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી કે માર્ગદર્શન માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.