Saturday, May 3, 2025

મોરબીમાં નિર્માણ પામનાર સરકારી મેડીકલ કોલેજ અંગે RTI હેઠળ તમામ માહિતી માંગવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીમાં સરકારી મેડીકલ કોલેજ રદ્ થયા બાદ ભારે વિરોધના વંટોળ વચ્ચે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ફરીથી મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવી છે તેવું જાહેર કર્યું હતું પણ સરકાર કે આરોગ્ય મંત્રી દ્વારા પરીપત્ર બહાર પાડવામાં ન આવતા લોકોમાં શંકા ઉપજાવે તેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સરકારને સરકારી મેડિકલ કોલેજ બાબતે સવાલો કરનાર મોરબીના સામાજિક કાર્યકર દ્વારા માહિતી મેળવવાના અધિકાર હેઠળ મેડિકલ કોલેજ અંગે માહિતી આપવા જાહેર માહિતી અધિકારીને અરજી કરી છે. મોરબીના સામાજીક કાર્યકર કાંતિલાલ બાવરવાએ માહિતીના અધિકાર અધિનીયમ ૨૦૦૫ હેઠળ મેડિકલ કોલેજ અંગે માહિતી મેળવવા અરજી કરી છે જે અંતર્ગત ટેન્ડર, ફી, સ્ટાફ, ડિપોઝીટ સહિતની નીચે મુજબની વિગતો આપવાની માંગણી કરવામાં આવી છે.

(૧) મોરબી જીલ્લામાં ગ્રીનફિલ્ડમાંથી બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ બનાવવા માટેના ઠરાવની નકલ આપવી

(૨) મોરબી જીલ્લામાં બ્રાઉન ફિલ્ડમાંથી ફરીથી ગ્રીન ફિલ્ડ કોલેજ બનાવવા માટેના કરેલ ઠરાવની નકલ આપવી (જો ગ્રીનફિલ્ડ ન કરેલ હોય તો નથી કરેલ તેમ જણાવવા.)

(૩) મોરબીમાં બ્રાઉન ફિલ્ડ કોલેજ બનાવવા માટે સંસ્થાઓ પાસેથી આપના દ્વારા માંગવામાં આવેલ ઓફરો માટે કેટલી સંસ્થાઓએ ભાગ લીધેલ અને એ સંસ્થાઓના નામ-સરનામા આપવા.

(૪) મોરબીની મેડીકલ કોલેજના બિલ્ડીંગ બનાવામાં માટે આપવામાં આવેલ ટેન્ડર નોટીસની નકલ આપવી.

(૫) મોરબીમાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ ચાલુ કરવા માટે મંગાવેલ ઓફરોની છેલ્લે આજની તારીખે શું સ્થિતિ છે. તેની માહિતી આપવી.

(૬) મોરબીમાં થનાર મેડીકલ કોલેજમાં ક્યારે વિધાર્થીઓનાં એડમીશન ચાલુ થશે તેની સંભવિત તારીખ અને વર્ષ જણાવવા.

(૭) જો સરકારી મેડીકલ કોલેજ બનાવવાની હોય તો તેના માટેના સ્ટાફની ભરતી કરેલ છે ? જો હોય તો તેની વિગત આપવી. જો ના તો કયારે કરવામાં આવશે. તેની માહિતી આપવી.

(૮) મોરબી સરકારી મેડીકલ કોલેજ માટેની હોસ્પિટલ ક્યાં બનશે તેની માહિતી આપવી.

(૯) જો મોરબીમાં સરકારી મેડીકલ કોલેજ જ બનવાની હોય તો જે સંસ્થાઓએ ઓફર કરેલ હોય અને તે બધી જ સંસ્થાઓએ ડીપોઝીટ ભરેલ હોય, તે પરત કરેલ છે કે કેમ? અને જો પરત કરેલ હોય તો તેની વિગત તારીખ અને રકમ સાથે આપવી.

આમ, મોરબીમાં મંજુર થયેલી મેડિકલ કોલેજ અંગે હવે સરકારી તંત્ર કેટલી વિગતો આ અરજીના અનુસંધાને આપે છે તે જોવું રહ્યું કારણ કે જો આ અરજીમાં જે માહિતી મંગાઈ છે એ જો ખરેખર આપવામાં આવે તો મેડિકલ કોલેજના નામે મોરબીમાં ચાલતા રાજકીય ખેલનું વાસ્તવિક ચિત્ર સામે આવી જશે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW