Friday, May 2, 2025

હળવદમાં ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટ્રોફી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

Advertisement
Advertisement
Advertisement

હળવદ નગરપાલિકા, હળવદ પોલીસ અને રોટરી ક્લબ ઓફ હળવદના સહયોગથી ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટ્રોફી ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટેનીસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટ્રોફી આગામી તા. 06 મે થી પ્રારંભ થશે જેમાં ચેમ્પિયન ટીમને 1 લાખ 11 હજાર રોકડા અને અન્ય લખણા ઈનામો આપવામાં આવશે.

હળવદ અને ઝાલાવાડ પંથકમાં છેલ્લા 12 વર્ષથી લોકચાહના મેળવતી ગંગેશ્વર મહાદેવ ટ્રોફી 6 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ માટે રનિંગ, કોમેન્ટરી, વી.આઈ.પી ટેન્ટ, ચા પાણી સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં આઈ.પી.એલ જેવો રોમાંચ ઉભો કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેટ્સ મેન, કેચ મેન ઓફ ધી સીરીઝ, ચેમ્પિયન, રનસેપ ટ્રોફી અને રોકડ સહિત અનેક ઈનામોની વણઝાર કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને 1 લાખ 11 હજાર રોકડા તથા રનસેપને 51 હજાર રૂપિયા રોકડ પુરસ્કાર સહીત ટ્રોફી એનાયત કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. 9825219895, 9909458555, 9979939000, 9925669990, 9879143527 તથા 8469069668 પર સંપર્ક કરવાનો રહેશે. મર્યાદિત ટીમ લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે ટીમ લેવામાં આવશે જેથી તાત્કાલિક ધોરણે પોતાની ટીમ નોંધાવી લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW