મોરબી : આજના અમુક યુવાનો દુર્વ્યસનો અને ખરાબ સંગતના કારણે દેશપ્રેમને ભૂલવા લાગ્યા છે અને ક્રાંતિકારીઓ વિષે કંઈ ખબર જ નથી હોતી ત્યારે સાચી યુવાની વિશે ક્રાંતિકારી સેનાના સભ્ય રીતુબેન ભાલાળાએ એક લેખ તૈયાર કર્યો છે જે નીચે મુજબ છે.
સાચી યુવાની શું છે ?
યુવાની વિશે આજે મારે એટલા માટે કહેવું છે કેમકે આજના યુવાનો ભટકી રહ્યા છે અને યુવાનીના સુનહરા સફરને વેડફી રહ્યા છે. સાચી યુવાની એને જ કહેવાય જે દેશ અને સમાજ માટે કાંઈક કરી બતાવે. દોસ્તો, યુવાનીમાં જે કાર્યો અને મહેનત થઈ શકે એ કદાચ ક્યારેય પણ શક્ય નથી. જે લોકોએ યુવાનીમાં મહેનતના કાર્યો કર્યાં છે એમની સમાજમાં એક ઓળખ બને છે જેવી રીતે આપણા દેશનાં મોટાભાગના ક્રાંતિકારીઓ કે જેઓ યુવાનીમાં જ દેશ માટે લડીને શહીદ થયા છે અને આજે આપણે એમને યાદ કરીએ છીએ પરંતુ એ જાણીને ખૂબ દુઃખ થાય છે કે આજના અમુક યુવાનો કે જેઓને ક્રાંતિકારીઓ વિશે કાંઈ જ ખબર નથી હોતી, દેશપ્રેમ શું છે એ કાંઈ જાણતા નથી. ક્રાંતિકારીઓએ માત્ર 20-22 વર્ષની ઉંમરમાં દેશ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું અને આજના યુવાનો ભાઈ માટે કે મિત્રો માટે પણ કાંઈ કુરબાન નથી કરી શકતા એ શું દેશપ્રેમને જાણી શકે ?
આપણને જીવનમાં એકવાર મળે છે તો એને વેડફીએ નહીં અને દેશ તથા સમાજ માટે એવા સારા કાર્યો કરીએ કે આપણા મૃત્યુ પછી પણ હજારો વર્ષો સુધી દેશનાં દુશ્મનોને ડર રહે કે ભારત પર નજર કરવી મુશ્કેલ છે. આજે પણ આપણા બધામાં ક્યાંકને ક્યાંક ભગતસિંહ, આઝાદ જીવે જ છે બસ એને બહાર લાવવાની જ રાહ છે. અંતમાં, 100 વર્ષની સામાન્ય જિંદગી જીવવા કરતાં 23 વર્ષની ભગતસિંહ જેવી જિંદગી જીવવી સારી.
જય હો ક્રાંતિકારી વીર શહીદોની… જય હિન્દ, જય ભારત