હળવદ : ઈ.સ. ૧૪૮૬ ને ચૈત્ર વદ અગિયારસના રોજ હળવદ તાલુકાના કુવા કંકાવટી ખાતે ૨૨ મા જલેશ્વર રાજ વાઘોજી અને મહંમદ બેગડા વચ્ચેના ત્રીજી વખતના યુદ્ધમાં ધ્વજ પડી જવા જેવી નાની ભૂલને કારણે દરબારગઢમાં રહેલા વાઘોજીના આઠેય રાણીઓ અને સાથે અન્ય ૭૫૦ જેટલી સ્ત્રીઓએ પોતાના રક્ષણ હેતુ કુવામાં જલ જોહર કર્યું હતું.
આ બધી જ વીરાંગનાઓના બલિદાનને યાદ કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૪૭મા જલેશ્વર રાજ જયસિંહજી ઝાલા ઓફ હળવદ ધ્રાંગધ્રાના શુભ આશિષ સાથે દિકરીઓના હસ્તે કૂવામાં જળાભિષેક, શક્તિ પૂજન, સતીના પાળિયાને સિંદૂર, થાપા, ચૂંદડી, ધજા, ધૂપ, દીપ, નિવેદ અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ એ વખતની ઘટનાની વાતને વાગોળવામાં આવી હતી.


