Friday, May 2, 2025

સરકારી શિક્ષકોની જૂની પેન્શન યોજના ફરી શરુ કરવા સહિતના પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી : સરકારી શિક્ષકોની જુની પેન્શન યોજના ફરીથી શરુ કરવા સહિતના અનેક પ્રશ્નો બાબતે શિક્ષકોને ન્યાય આપવા ઈન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોશિયેશનનાં જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

જે રજુઆતમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી કરતા શિક્ષકોને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના કામ સામે અન્ય ઘણા કામો સરકાર દ્વારા સોંપવામાં આવતા હોય છે. શિક્ષકો માટે પહેલા જે જૂની પેન્શન યોજના હતી તેનો લાભ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે. 40 વર્ષની નોકરી બાદ વૃધ્ધા અવસ્થામાં આ શિક્ષકોને પોતાનું ગુજરાત ચલાવવામાં જૂની પેન્શન યોજના ખુબ જ આર્શીવાદ રૂપ હતી. રાજસ્થાન સરકાર દ્વારા પણ હમણા આ યોજના ફરીથી ચાલુ કરવામાં આવેલ છે તો ગુજરાતમાં પણ આ યોજના ચાલુ કરવા માંગ કરી છે તે ઉપરાંત અન્ય પ્રશ્નો જેવા કે ફિક્સ પગાર સામેનો સુપ્રીમ કોર્ટનો કેશ પરત કરવો, પગાર પંચની ભલામણનો અમલ કરવો, મૂળ નિમણુક તારીખથી નોકરી સળંગ ગણવી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા સહિતની માંગ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW