હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સરકારી માધ્યમિક શાળાની કુલ ત્રણ વિદ્યાર્થીનીઓ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં હળવદ તાલુકામાં દ્વિતીય, તૃતીય અને છઠ્ઠો નંબર મેળવી શિષ્યવૃત્તિ માટે પસંદગી પામી છે. શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ હળવદ 1 ના સી.આર.સી કો-ઓર્ડીનેટર દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ 2021 નું પરિણામ જાહેર થયું હતું જેમાં હળવદના ઘનશ્યામપુરની સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પરમાર કૃપા ભુદરભાઈ, પરમાર ભાવેશ્રી બળદેવભાઈ અને સોનગ્રા ભાવિકાબેન ભીખાભાઈએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં હળવદ તાલુકામાં દ્વિતીય, તૃતીય અને છઠ્ઠો ક્રમ મેળવી શાળાનું તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય એચ.એમ.પટેલ, શિક્ષક આનંદભાઈ જે જાદવ અને પ્રિયંકાબેન પી પટેલ તેમજ સી.આર.સી કો-ઓર્ડીનેટર વિનોદભાઈ વિંધાણી દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન આપી જીવનમાં સફળતાના શિખરો સર કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
