મોરબી તાલુકાના ગોરખીજડીયા-જેપુર-વનાળિયા સહિતના ગામોમાં ભરઉનાળે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. આ અંગે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ જાહેર આરોગ્ય સુખાકારી પેટાવિભાગ નાયબ ઈજનેરને લેખિત રજુઆત કરી છે.
આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે, મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા અને જેપુર ગામમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી મળતું નથી જેથી તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.