પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હાજરી આપી
મોરબી : જાગાસ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણી બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧, વ્રજ હોસ્પિટલ સામે, મોરબી ખાતે કરવામાં આવી હતી જેમાં સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી યોજાઈ હતી. આ આરતીમાં મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી અને મોરબીના ડેપ્યુટી ડી ડી ઓ ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખને જ્ઞાતિજનોએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સવારે ૧૧:૩૦ કલાકે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ સમૂહ પ્રસાદ લીધો હતો તેમ પ્રમુખ ઈશ્વરભાઈ એમ રાઠોડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

