જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું
હળવદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સ્થળ પર લેબોરેટરી નિદાન તેમજ નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી તેમજ નિ:શુલ્ક આયુષ્માન કાર્ડ કેમ્પ પણ સાથે યોજાયો હતો.
હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન સરકારના આદેશ મુજબ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ દર્દોની સારવાર એક જ સ્થળે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે તાલુકા હેલ્થ વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે સાથે વિવિધ સારવાર હેતુ સર્વ રોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, એન. એસ. ભાટી મામલતદાર, જી. બી. ચૌધરી તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, રજનીભાઇ સંઘાણી, બ્લોક હેલ્થ ઓફીસર ભાવિન ભટ્ટી, તપનભાઈ દવે તથા અધિકારી અને ડોક્ટરો ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કર્મચારી તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


