મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જુદી જુદી 35 ટીમો બનાવીને જિલ્લાના રહેણાંક વિસ્તારો તથા કોમર્શીયલ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી 356 વીજ કનેક્શનોમાં ગેરરીતી ઝડપાઈ હતી.
મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર, ભુજ, અંજાર અને મોરબીની 35 ટીમો બનાવીને મોરબી જીલ્લાના હળવદ, ચરાડવા, સરા, વાંકાનેર, .માળિયા અને ટંકારા વિસ્તારમાં ગત તા. 18 થી તા. 22 સુધી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વીજ ચેકીંગની ટીમો દ્વારા 3006 જેટલા વીજ ક્નેક્શનોના ચેકીંગ કરવામાં આવ્યા હતા તેમાંથી 356 વીજ કનેક્શનમાં ગેરરીતી જણાતા અંદાજીત રૂ. 87.70 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.