મોરબી તાલુકાના ખેવાળીયા ગામે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને પગલે તાલુકા પોલીસે દરોડો કરીને જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રોકડ રૂ. 28,860 સાથે ઝડપી પાડીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખેવાળીયા ગામે જાહેરમાં જુગાર રમતા ભગીરથસિંહ બાપાલાલ જાડેજા, અલ્પેશભાઈ ભગવાનજીભાઈ વડાલિયા, ગોરધનભાઈ અવચરભાઈ રાજપરા, રાજેશભાઈ જેઠાભાઈ પ્રજાપતિ અને રજનીકાંતભાઈ હસુભાઈ વ્યાસને મોરબી તાલુકા પોલીસે રોકડ રૂ. 28,860 સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.