મોરબીની એલ ઈ કોલેજ ખાતે ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા પેરા લિગલ વોલેન્ટીયર્સ માટે ત્રિદીવસીય ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજના એડવોકેટ વિશાલભાઈ જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાજેતરમાં મોરબીની એલ.ઈ.કોલેજ ખાતે ડીસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરીટી મોરબી દ્વારા પેરા લિગલ વોલેન્ટીયર્સ માટે ત્રિદીવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જે અંતર્ગત મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજના લો ડીપાર્ટમેન્ટના એડવોકેટ વિશાલભાઈ જોશી દ્વારા “મિલ્કત હસ્તાંતરના કાયદા” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તે ઉપરાંત તાલીમાર્થીઓને વકીલાતના વ્યવસાયમાં શરૂઆતના સમયમાં પડતી મુશ્કેલીઓને કઈ રીતે ઉકેલવી તેમજ વકીલાતના વ્યવસાયના નૈતિક મુલ્યો વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટ ના DLSA સેક્રેટરી રાજેશભાઈ પંડ્યા, મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટના સ્ટાફ મિત્રો, NGO માળીયાના હોદેદારો તથા પેરા લિગલ વોલેન્ટીયર્સ સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
