ટંકારા ભાજપના આગેવાન ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા ટોળ ગામે શક્તિ માતાજી તથા બ્રહ્માજી માતાજીના ૨૪ કલાકના નવરંગો માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ક્ષેત્રના રાજકીય, સામાજિક તેમજ સંતો મહંતો વગેરે હાજરી આપશે.
જેમાં ટંકારા તાલુકાના ટોળ ગામે આગામી તા. ૨૧ ને ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ કલાકે થાંભલી રોપણ, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૯ કલાકે રાવળ દેવ દેવજીભાઈ પનારા અને હરેશભાઈ પનારા ડાક ડમ્મરની રમઝટ બોલાવશે તેમજ તા. ૨૨ ને શુક્રવારના રોજ સવારે ૭:૩૦ કલાકે થાંભલી વધાવવા સહિતના માંગલિક કાર્યક્રમો યોજાશે. આ તકે ધર્મપ્રેમી જનતાને પધારવા મેપાભાઈ સવાભાઈ, દેવાભાઈ મેપાભાઈ, ઘેલાભાઈ મેપાભાઈ ફાંગલીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

