હળવદ તાલુકાના રાયધરા ગામે શિક્ષક દંપતીએ પોતાની દીકરીના જન્મદિવસ નિમિતે રાયધરા પ્રાથમિક શાળામાં સ્માર્ટક્લાસ માટે રૂ. 2 લાખનું દાન આપીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી.
આજના આ ટેક્નિકલ યુગમાં અમીર ઘરના બાળકોને જ ટેક્નોલોજીનું શિક્ષણ મળતું હોય છે એવા સમયે શિક્ષક દંપતી જીગરભાઈ અને એમના પત્નીએ ગરીબ બાળકો પ્રત્યેની લાગણી દાખવી સ્માર્ટકલાસ માટે યોગદાન આપ્યું હતું. તેમની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું હતું કે, સરકાર દ્વારા ધોરણ 7 અને 8 માં જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટથી શિક્ષણ આપવામાં આવે છે પણ જો આ જ શિક્ષણ પાયામાંથી બાળકોને મળે તો તેમાં વધારે સફળતા મળે. આ જ વિચારથી પ્રેરાઈને નીચેના વર્ગોમાં આ સ્માર્ટવર્ક મળે તે માટે સ્માર્ટકલાસનું દાન આપવા રાયધરા પ્રાથમિક શાળામાં આ શિક્ષક દંપતિ દ્વારા અંદાજિત રૂ. 2 લાખ જેટલું આર્થિક સહયોગનું દાન આપી બાળકોને આ સ્માર્ટકલાસનું દાન કરવામાં આવ્યું હતું અને દીકરી કાયરાના જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી.
