માળીયા : માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા જેમિનીબેને તેમના પુત્ર આદિત્યના જન્મદિવસ નિમિતે શાળામાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજનની ડીશ આપીને સાર્થક ઉજવણી કરી હતી.
આજકાલ જન્મદિવસ મોંઘી સોગાત અને બિનજરૂરી ખર્ચ કરીને ઉજવવામાં આવે છે પરંતુ માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સોલંકી જેમિનીબેન અને રોનકભાઈ દ્વારા પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા કુલ 108 બાળકોને મધ્યાહન ભોજનમાં જમવા કાયમ ઉપયોગી થાય તે માટે મધ્યાહન ભોજનની ડિશની ભેટ આપવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, હરદેવભાઈ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, ચેતનભાઈ વોરા અને કેશુરભાઈ ચાવડાએ શિક્ષિકાના કાર્યને બિરદાવી શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.